અનુભવ વિચાર વર્ણન

ગુરુવાર, 4 મે, 2023

ભાષા ભ્રમ (હાસ્ય લેખ)

 જયારે એક ભાષાના પ્રભુત્વ ધરાવતા પ્રદેશનો વ્યક્તિ બીજી ભાષાના પ્રભુત્વ ધરાવતાં પ્રદેશમાં કોઇ કામકાજ અથવા નોકરી-ધંધાર્થે સ્થણાંતર કરે છે, ત્યારે જે ગડબડ ગોટાળા થાય છે તેનો એક ખુબજ રમુજી કીસ્સો છે, જે ખરેખર મારી સાથે બન્યો હતો.


વર્ષ ૨૦૦૬ નાં ગાળામાં મુંબઈની એક જાણીતી સોફ્ટવેર કંપનીપટની કમ્પ્યુટરમાં મારી સોફ્ટવેર એન્જીનીયર તરીકે નોકરી લાગી ત્યારે ગુજરાત રાજ્યનાં મારા જન્મસ્થળ નવસારી શહેર છોડીને મહારાષ્ટ્ર રાજ્યનાં મુંબઇ શહેરમાં સ્થળાંતર કરવાનું થયું.


હું કંપનીની બસમાં નોકરીએ જતો ત્યારે બસની બારીમાંથી ઠેર ઠેર મહારાષ્ટ્રનાં રાજકારણીઓનાં બેનરો જોવાના અને વાંચવાંનાં પ્રસંગ રોજ અધી થી ત્રણ કલાકની મુસાફરી દરમિયાન બનતાં. બેનરો મોટેભાગે મરાઠી ભાષામાંજ હતાં. મરાઠી લિપી પણ દેવનાગરીમાંજ હોવાથી એને સહેલાઇથી વાંચી શકતો હતો. પણ અફસોસની વાત હતી કે હું મરાઠી ભાષાનાં વાંક્યનો અર્થ નહોતો સમજતો.


ઘણાખરા મરાઠી શબ્દો ગુજરાતી ભાષાનાં શબ્દો સાથે સામ્યતા ધરાવે એવું ઘણી વખત જોયું છે.

અમારું નવસારી કે જે દક્ષિણ ગુજરાતમાં આવેલુ છે ત્યાનાં લોકોની રોજ બરોજ ની ગુજરાતી બોલીમાં મુંબઇ-મહારાષ્ટ્રની ઘણી નજીક હોવાના કારણે ઘણા મરાઠીનાં શબ્દોનો ઉપયોગ થતો હોય છે. એજ રીતે કેટલાક ગુજરાતી શબ્દોનો મરાઠી ભાષામાં પણ ઉપયોગ થતો હોય છે. એવીજ રીતે બીજી ઘણી ખાણી પીણીનીં વસ્તુઓ માટે સરખાજ શબ્દો વપરાય છે.

દા.. મુંબઇ અને દક્ષિણ ગુજરાતનાં ખાસ કરીને વાપી થી તાપી વચ્ચેના પ્રદેશમાં છોકરાં - છોકરીને પોયરા-પોયરી (કે પછી પોરી) તરીકે બોલવામાં આવે છે

હવે જ્યારે હું મુંબઇમાં બધા બેનરો વાંચતો, ત્યારે એમાં મને ગુજરાતીનાં કેટલાક શબ્દો અને એજ અર્થ હોવાની ગેર સમજ અને ભ્રમ થતો અને પ્રસંગોપાત હું મરાઠી શબ્દોનો એને મળતા આવતાં ગુજરાતી શબ્દો સાથે આબેહુબ અર્થ હોવાની ધારણાં કરતો રહ્યો. પાછી મારી ધારણાઓ માટે તે સમયે બનેલી કેટલીક સહ ઘટનાઓએ મજબુત ફાળો આપ્યો. પરિણામે બહું મોટી રમુજી ગેર સમજ ઉભી થવાનો વખત આવ્યો.  

અફસોસની વાત હતી કે રમુજી ગેરસમજ એક ખુબજ દુઃખદ ઘટનાં પરથી થઇ. ૨૨ એપ્રીલ ૨૦૦૬ નાં દિવસે ભારતનાં અને ખાસ કરીને મહારાષ્ટ્રનાં ઈતિહાસમાં એક ખુબજ ઘટનાં બની. મહારાષ્ટ્રનાં ભાજપ(ભારતીય જનતા પાર્ટી)નાં એક જાણીતાં નેતાં પ્રમોદ મહાજનને એમના ભાઇ પ્રવીન મહાજને પીસ્તોલની ગોળીઓથી એમના ઘરમામાંજ વીંધી નાંખ્યા. પ્રમોદ મહાજનને તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. એમનાં શરીરમાંથી ગોળીઓ કાઢવા માટેઑપરેશનએટલે કેસર્જરીકરવામાં આવી.

જોકે ત્યારબાદ ૧૩ દિવસની સારવાર્ દરમિયાન એમનું દુઃખદ થયું.

પ્રમોદ મહાજનનું જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાનઑપરેશનથવાનું હતું, ત્યારે હું રોજ પ્રમોદ મહાજનનાં ફોટાવાળા બેનરો ઉપરवाढ दिवसाच्यां हार्दिक शुभेच्छां” (વાઢ દિવસાચ્યાં હાર્દિક શુભેચ્છા) એવુ ઠેક ઠેકાણે વાંચવાં મળેલું.




હવે હું ઑપરેશનશબ્દ ઉપર ભાર મુંકુ છું.

ગુજરાતમાંઑપરેશનએટલે કેસર્જરીને વાઢકાપ કહેવામાં આવે છે.

હવે જ્યારે પ્રમોદ મહાજનની સારવાર્ વખતે એમનાં શરીરમાંથી ગોળીઓ કાઢવાનું ઑપરેશન એટલે કેવાઢ-કાપથવાની હતી, ત્યારે મેંवाढ दिवसाच्यां हार्दिक शुभेच्छांએવા લખાણ સાથેના બેનરો ઠેર-ઠેર મુંબઇમાં જોયાં અને મને ભાષા મિશ્રણનાં ગોટાળાનીં શરુઆત થઇ ગઇ.

મેં એવી ધારણા બાંધી લીધી કે લોકોવાઢ દિવસાચ્યાંએટલે કેવાઢ-કાપ નો દિવસએટલે કે અંગ્રેજીમાંઑપરેશનનો દિવસસફળ જાય એવી શુભેચ્છા આપતાં હશે. અને જોગાનું જોગ સહ-ઘટનાંએવાઢ દિવસએટલેવાઢ-કાપનો દિવસએટલે કેઑપરેશનએટલે કેસર્જરીનો દિવસ એવી મારી ધારણાને મજબુત કરી દીધીં.

 “वाढ दिवसाच्यां हार्दिक शुभेच्छां”… “ઑપરેશનનાં દિવસ માટે હાર્દિક શુભેચ્છા”.

હવે ઊપરોક્ત ઘટનાં બન્યાને સમય પસાર થવા લાગ્યો. પણ જયારે હું કંપનીની બસમાં મુસાફરી દરમિયાન ઓફીસેથી આવતો જતો ત્યારે રોજ પાછા એજ બધા રાજકારણીઓના બેનરો જોતો.

મે અવલોકન કર્યું કે ત્યારબાદ ઘણા રાજકારણીઓનાં ફોટા સાથેवाढ दिवसाच्यां हार्दिक शुभेच्छांએવા બેનરો રોજે રોજ વાંચવાનું થતું. મને થતુ કે વળી જે-તે રાજકારણીને શું શારીરિક તકલિફ થઇ હશે કે જેથી કરીને તેમની સર્જરી કરવામાં આવતી હશે? એમને તો ગોળી પણ નથી વાગી!” પણ પછી આવા બેનરો વાંચવાના પ્રસંગ રોજ રોજ બનવા લાગ્યા ત્યારે મનોમન ગુસ્સો અને બળાપો કાઢતો કે સાલા બધા રાજકારણીઓ પોલીટીક્સમાં આવ્યા પછી જનતાનાં પૈસે મોંઘા-મોંઘા ઓપરેશન કરાવે છે અને જનતાનાં ટેક્ષનાં પૈસે જલસા કરે છે.

પણ પછી થયું કે કદાચ કોઇ પત્રકાર કે વિરોધી પક્ષ તરફ બાબતે ધ્યાન જાય અને વિરોધ કરે અને આવા ક્રુત્યોને ઉઘાડા પાડે અને એમને સત્તામાંથી ઉથલાવી પણ શકે. પણ સાલું આવુ પણ કશુંક જાણવા કે સાંભળવામાં આવ્યુ. એટલે મે બીજા રમુજી અનુમાનો અને ધાારણાઓ કરવા માંડ્યો.

સમયે ભારતીય રાજકારણમાં એવી પણ એક માંગ ઊભી થતી હતી કે જે રાજકારણીઓનાં બે થી વધારે સંતાનો હોય તેમને ટીકીટ આપવામાં આવે. અને પહેલેથી જો બે થી વધારે સંતાનો હોય તો નૈતિક જવાબદારીના ભાગરૂપે હવે એમનાં સંતાનોની સંખ્યા વધે માટે કદાચ કોઇ બાંહેધરી આપવી પડતી હશે. માટે જ્યારે કોઇ સમર્થ રાજકારણી કોઇ પાર્ટીમાં જોડાય ત્યારે આવી કોઇ બાંહેધરીરરૂપેનસબંધીજેવું કાંઇક ઑપરેશન કરાવતાં હશે. માટે હુંवाढ दिवसाच्यां हार्दिक शुभेच्छांએવા બેનરો રોજ-રોજ જોતો હોઇશ. શરમના માર્યે કદાચ બહુ ફોડ નહી પાડતા હોય કે શેનું ઑપરેશન! પણ શુભેચ્છા તો આપવી રહી ચમચાગીરી ખાતર!

  હવે પછી જ્યારે-જ્યારે રાજકારણીઓનાवाढ दिवसाच्यां हार्दिक शुभेच्छांના બેનરો વાંચતો ત્યારે થતુ કે એમનુંનસબંધીજેવુ કાંઇક ઑપરેશન થવાનું હશે.

પ્રમોદ મહાજન વાળી દુ:ર્ઘટના ને લગભગ બે વર્ષ  પસાર થઇ હતા

પણ આવા બેનરો ઠેર-ઠેર રોજ-રોજ બે વર્ષ જોયા, ત્યારે મારી અકળામણ પાછી વધવા લાગીહવે મનોમન બળાપાની અવસ્થાને વટાવી મેં થોડા ક્રાંતિકારી બનવાની શરૂઆત કરી. મને થયુ કે હવે હું દુષણ સામે અવાજ ઉઠાવીશ. આખરે કયાં સુધી પ્રજાના ટેક્ષના રૂપિયા બરબાદ થવા દેવાહું વાચાળ થયો.

અમે કંપનીની બસમા બોરિવલીથી ઐરોલી જતાં ત્યારે મારે સાથે ઘણા ગુજરાતી મિત્રો સાથે રહેતા કે જેમનો મુંબઇ માં જન્મ અને ઉછેર હોવાથી ગુજરાતી અને મરાઠી બન્ને ભાષાઓ સારી રીતે જાણતા અને સમજતા હતા.

એક દિવસ સારૂ મૂરત જોઇને મેં મારા એક ગુજરાતી જૈન મિત્ર જીનેશ આગળ ક્રાંતિકારી વિચારો વાળી છટાથી રાજકારણીય દુષણ સામે ગુસ્સો ઠાલવ્યો. મેં કહ્યુ કેજીનેશ બેનરો વાળા નેતાઓ પ્રજાના કેટલા પૈસા બરબાદ કરે છે.” જીનેશે જવાબ મા હકારમાં માંથુ હલાવી સંમતિ દર્શાવી ને કહ્યુ કેહા યાર, તારી વાત બિલકુલ બરાબર છે”. મે એની હકાર પૂર્વક સંમતિ ને ક્રાંતિક્ષેત્રે પહેલી સફળતા ગણી. જુસ્સામાં મે મારી વાત વધુ આગળ ચલાવવાં માંડી. મેં કહ્યુ રાજકારણીઓ દેશનું તો કાંઇ ભલુ નથી કરતા, પણ કમ સે કમ પોતના અંગત ખર્ચાઓ તો પ્રજાના પૈસે કરે.” જીનેશે કહ્યુહાં, બરાબર યાર, ખાયા પીયા કુછ નહી, ગિલાસ તોડા બારા આના જેવુંજ છે આપણા માટે નેતાઓનું

જીનેશની વાતથી મારો આૌર પાનો ચડ્યો. મેં કહ્યુએલોકો ને એમની શારીરિક તકલિફોનાં ઑપરેશનો પણ આપણા પૈસે કરવા છે”. જીનેશ વાતથી જરા ગુંચવાયો, પણ કંઇ સમજવાથી, કંઇ બોલ્યો. મેં આગળ ચલાવ્યુએલોકો ને એટલી પણ શરમ નથી કે નસબંધી જેવાં ઑપરેશનો પ્રજાના પૈસે થાય”. જીનેશ વધુ ગુચવાયો પણ હું શું બકી રહ્યો હતો કાંઇ બરોબર સમજાવાથી કાંઇ સ્પષ્ટ બોલી શક્યો

હવે જીનેશ સાથે ગુંચવળ ચાલી રહી હતી ત્યારે મારી નજર એક નેતાનાં ફોટા સાથેवाढ दिवसाच्यां हार्दिक शुभेच्छांવાળા બેનર પર ચાલું બસની બારીએથી પડી. હું બેનર જીનેશને બતાવતા બોલ્યોલે સાલા બેશરમો!, પાછા ઑપરેશન!,  પ્રજાના પૈસે!, પણ વાજતે ગાજતે બેનરો સાથે!”.

જીનેશ બો ખરાબ ગુંચવાયો, બોલ્યોહા, હા પણ આમા ઑપરેશન કયાં આવ્યુ?”.  

કેમ અલા, વાંચ્યુ નહી?, લખેલુતો ઉતુ કે વાધ દિવસાચ્યા હાર્દિક શુભેચ્છાહું ગુજરાતી ભાષામાં માં મરાઠી બોલ્યો.  

પણ લા, આમા ઑપરેશન કયાં?” જીનેશ બોલ્યો.

કેમ વાઢ દીવસ એટલે ઑપરેશનનોં દીવસ નઇં, બેનરવાળા ભાઇનો?” મે પૂછ્યુ.

જીનેશ ગભરાયો, અને ફોડ પાડ્યોઅલા ના ભઇ ના, વાઢ દિવસ એટલે કાંઇ ઓપરેશનનો દિવસ થોડો થાઇ કંઇ. વાઢ દિવસ એટલે જન્મ દિવસ ભાઇ જન્મ દિવસ!”.


ઑઑઑ, માય ગૉડ, વાઢ દિવસ એટલે વરસગાંઠ?, હું તો છેલ્લા બેએક વર્ષથી એવુંજ માનતો હતો કે વાઢ દિવસ એટલે ઑપરેશનનો દિવસહું છોભિલા થઇને હંસતા હંસતા બોલ્યો.

અરે યાર,મે અત્યાર સુધીમાં તો કંઇ કેટલા મિનીસ્ટરોને વાઢ દિવસ ના બેનરોને કંઇક ભલતુંજ સમજીને ગાળો આપીહું હંસતા હંસતા બોલ્યો.

અરે યાર, એમાં તારો પણ કોઇ વાંક નથી. નેતાઓનાં કેરેક્ટર એવા હોય છે ને કે એમના પર કોઇ પણ બંધ બેસતી પાઘડી બેસી પણ જાય.” જીનેશ મને આશ્ચર્યજનક આઘાતમાંથી ઉગારવા બોલ્યો.


મે જીનેશ ને બે વર્ષ પહેલા બનેલા ઘટનાક્રમની મંડાણથીવાત કરી અને બધી ગેરસમજનો ફોડ પાડયો. અમે બન્ને જણા પેટ પકડીને હંસ્યા


મજાની વાત થઇ કે બીજા દિવસે શનિવારે જીનેશની વર્ષગાંઠ આવતી હતી. બસમાંથી છુટા પડતાં પડતાં મે જીનેશને કહ્યુવાઢ દિવસાચ્યાં હાર્દિક શુભેચ્છા


જીનેશે હંસતા હંસતા કહ્યુપણ કોઇ ઑપરેશન નથી હોં કાલે!!!”


અમે જોર જોરથી હંસતા હંસતા છુટા પડયા.


 ******************************* સમાપ્ત ****************************************